22 vows of Dr. Babasaheb Ambedkar in Gujarati

 

1. હું બ્રહ્મા ,વિષ્ણુ અને મહેશ માં કોઈ વિશ્વાસ નહિ રાખું અને ના હું એમની પૂજા કરીશ

2. હું રામ અને કૃષ્ણ ને ઈશ્વર નહિ માનું ના એમની પૂજા કરીશ

3. હું ગૌરી,ગણપતિ અને હિન્દૂ ધર્મ ના કોઈ પણ ભગવાન ને ભગવાન નહી માનું કે એમની પૂજા નહિ કરું.

4. ઈશ્વર એ અવતાર લીધો એમાં મારો વિશ્વાસ નથી.

5. હું માનું છું કે બુદ્ધ એ વિષ્ણુ નો અવતાર છે એ જૂઠો અને ભ્રામક પ્રચાર છે.

6. હું શ્રાદ્ધપક્ષ નહી કરું અને પિંડદાન પણ નહીં કરું.

7. બૌદ્ધ ધમ્મ સાથે મેળ ન હોય એવાં કોઈ પણ આચારધર્મ નું પાલન નહિ કરું.

8. હું બ્રાહ્મણો ના હાથે કોઈ ક્રિયાકર્મ નહિ કરાવું .

9. બધા મનુષ્ય માત્ર સમાન છે એવુ હું માનું છું .

10. હું સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ.

11. હું બુદ્ધ ના અષ્ટાંગિક માર્ગ નો અનુસરણ કરીશ.

12. હું બુદ્ધ દ્વારા નિર્ધારિત દસ પારમીતા ઓ નું પાલન કરીશ.

13. હું બધા જ જીવિત પ્રાણી ઓ પ્રતિ દયા કરીશ.

14. હું ચોરી નહિ કરું.

15. હું જૂઠું નહિ બોલું.

16. હું વ્યભિચાર નહિ કરું.

17. હું દારૂ નહિ પીવું.

18. પ્રજ્ઞા,કરુણા અને શીલ આ ત્રણ તત્વો ના સહારે હું મારું જીવન વ્યાપન કરીશ.

19. મનુષ્ય માત્ર ના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્ર ને અસમાન તેમજ કોઈને નીચ માનવા વાળા મારા જુના ધર્મ નો હું ત્યાગ કરું છું અને બુદ્ધ ધમ્મ નો સ્વીકાર કરું છું.

20. બૌદ્ધ ધમ્મ સદ્ધમ્મ છે એનો મને પુરે પૂરો વિશ્વાસ છે.

21. હું માનું છું કે આજે મારો નવો જન્મ થઈ રહ્યો છે.

22. આજ પછી હું બુદ્ધ ની આપેલી શિક્ષા પ્રમાણે જ ચાલીશ.

Open chat
1
Jay Bhim, How can I help you?